Total Pageviews

Search This Blog

Followers

Blog Archive

Wednesday, June 29, 2011

વિશ્વની પાંચ સૌથી મોંઘી હોટલો, જ્યાં રોકાવુ એક સ્વપ્ન છે!

આ હોટલોના સ્વીટ્સના ભાડાની શરૂઆત જ 20,000 ડોલરથી થાય છે

આપણે જ્યારે પણ રજાઓ ગાળવા ક્યાંક જઈએ ત્યારે સૌથી પહેલા એ વિચારીએ છીએ કે ત્યાંની હોટલ સારી હોય. જે તે હોટલનું લોકેશન સારુ હોય તે પણ એટલું જ જરૂરી છે. કોઈ પણ હોટલને તેની ફેસિલિટી તેમ જ લોકેશનના આધારે સ્ટાર્સ આપવામાં આવે છે. જો કે આવી હોટલમાં રહેવું કોઈ મધ્યમ વર્ગના માણસના ગજામાં પણ નથી હોતું. આવી બધી હોટલોના ભાવ જે તે દેશની કરન્સી પર પણ આધાર રાખે છે. આવો જોઈએ દુનિયાની 5 સૌથી મોંઘી હોટલો...
 
1. ધ એટલાન્ટિસઃ આ હોટલ પેરેડાઇઝ આઈલેન્ડ પર આવેલી છે. આ હોટલના સ્વીટ્સનું એક રાતનું ભાડુ 25000 ડોલરથી માંડીને 37000 ડોલર સુધીનું છે. આ સ્વીટ્સનું ઈન્ટીરિયર પણ એવું છે કે તમને તે છોડીને જવાનું મન જ ન થાય.

2. હોટલ કેલા ડી વોલ્પઃ ઈટાલીની આ હોટલ દુનિયાની બીજી સૌથી મોંઘી હોટલના લિસ્ટમાં સામેલ છે. તેના રૂમના ભાડા પણ 27000 ડોલરથી માંડીને 36000 ડોલર સુધીના છે. અહીંયા દરેક રૂમનો સ્પેશિયલ આઉટડોર પૂલ પણ છે. આ હોટલ એટલી મોંઘી છે,કે તેમાં ઈન્ટરનેટ એક્સેસનો પણ ચાર્જ વસૂલવામાં આવે છે.


3. ધ પ્રેસિડન્ટ વિલ્સન હોટલઃ આ ફાઇવ સ્ટાર હોટલ જીનિવામાં આવેલી છે. આ હોટલમાં ઘણા બધા ઈમ્પીરિયલ સ્વીટ્સ પણ છે, જેનું ભાડુ 23000થી માંડીને 35000 ડોલર સુધી છે. જીનીવામાં આવતા રાજનેતાઓ પણ આ જ હોટલમાં રહે છે કારણ કે તેના દરવાજા તેમ જ બારીઓ બુલેટપ્રૂફ છે. આ ઉપરાંત તેની સુવિધાઓ પણ અદ્દભૂત છે.


4. ગ્રાન્ડ રીસોર્ટ લેગોનિસીઃ ગ્રીસની રિસોર્ટ લેગોનિસી દુનિયાની ચોથી સૌથી મોંઘી હોટલ છે. આ હોટલના દરેક રૂમમાંથી બહાર દેખાતો નઝારો અદ્દભૂત છે. દરેક રૂમનો પર્સનલ પિયાનોવાદક તેમજ રસોઇયો પણ આપવામાં આવે છે. તેના રૂમના ભાડા પણ પ્રતિદિન 20000 ડોલરથી 34000 ડોલરની વચ્ચે છે.


5. પાર્ક હયાત વેન્ડોમઃ આ હોટલ ફ્રાંસની કેપિટલ પેરિસમાં આવેલી છે. તેના સ્વીટ્સનું ભાડુ પણ 20000 ડોલર પ્રતિ દિવસ છે. તેના ઈમ્પીરિયલ સ્વીટ્સમાં સ્પાની સુવિધા પણ ઉપલબ્ધ છે. તે દુનિયાની પાંચમી સૌથી મોંઘી હોટલ છે.

Source: Divyabhaskar, 29.06.2011

 

No comments:

Post a Comment

Let me know your interest.