Total Pageviews

Search This Blog

Followers

Monday, August 1, 2011

Carrier Guide:આવો, અત્યારથી જ આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવા તૈયાર થઇએ...

આવો, અત્યારથી જ આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવા તૈયાર થઇએ...


સ્પર્ધાત્મક  પરીક્ષાઓ  (UPSC, GPSC) જેવી સિવિલ સર્વિસીઝ માત્ર એક કારકિર્દીનો વિકલ્પ નથી,એ જીવનને એક નવો આયામ પૂરો પાડે છે. આવોઅત્યારથી જ આ સ્પર્ધાત્મક  પરીક્ષાઓ  પાસ કરવા તૈયાર થઇએ...          

સિવિલ સર્વિસીઝ (યુપીએસસી) પરીક્ષાઓ પસાર કરી પ્રાપ્ત થતા હોદ્દાઓકલેક્ટરકમિશ્નર વગેરે સમાજનાં રેર અને સ્કેર સ્થાન હોય છે. ગોલ્ડ નામની ધાતુ રેર અને સ્કેર હોવાથી જ બહુ જ મૂલ્યવાન છે. પ્લેટિનમ તો ગોલ્ડથી પણ વધુ રેરસ્કેર હોવાથી વિશેષ મૂલ્યવાન છે. (સમાજમાં ડોક્ટરોએન્જિનિયરએમ.બી.એ.સી.એ.ના પ્રમાણમાં).  

સ્પર્ધાત્મક પરીક્ષાઓ યુપીએસસી અને તેના દ્વારા પ્રાપ્ત થતી સર્વિસીઝ આઇએએસઆઇપીએસઆઇએફએસ,આઇઆરએસ દ્વારા કલેક્ટરકમિશનરવિદેશ વિભાગના ઉચ્ચ અધિકારીનું પદ પ્રાપ્ત થાય છે તે સમાજમાં ઉચ્ચતમ માન-મોભો ધરાવે છે. મિલિયોનેરને બિલિયોનેર બનવું છે. બિલિયોનેરટ્રિલિયોનેર બનવા કસરત કરે છેકારણ કે તેણે પોતાનું સામાજિક મહત્વ વધારવું છે. તેની પ્રાથમિક જરૂરિયાતો એની એ જ રહે છે. પરંતુ આ મિલિયોનેરબિલિયોનેર બનાવાથી ક્યાંય વધુ ડોનેશન આપી શકે છે. તેની નામની તકતી લાગી શકે છેતેનેGuest of Honour Ic Chief Guest તરીકે સમાજના જાહેર કે ખાનગી ફંકશનમાં આમંત્રણ મળે છે. આમતેનું સોશિયલ ઇમ્પોર્ટન્સ મેળવવાની ભૂખ સંતોષાય છે. સિવિલ સર્વિસીઝ જેવી પરીક્ષાઓથી જીપીએસસી અને યુપીએસસી પ્રાપ્ત થતાં હોદ્દા કલેક્ટરકમિશ્નરનાયબ કલેક્ટર નાયબ કમિશ્નર આ પ્રકારનું બિલિયોનેર સ્ટેટસ આપોઆપ લઇને આવે છે.    

આમજિંદગીભર રઝળપાટ કર્યા પછી દાંત પડી જાય મોતિયો આવી જાય ત્યારબાદની બિલિયોનેરટ્રિલિયોનેરને મળતા સામાજિક મહત્વની સ્થિતિ સમયસર આવી સિવિલ સર્વિસીઝની સ્પર્ધાત્મક પરીક્ષાઓ થકી યુવાનીમાં પ્રાપ્ત કરવા પરીક્ષાઓમાં સફળ થવા મચી પડવું જોઇએ અને મિત્રો તમે નિષ્ફળતાથી હચમચી જવાનું પસંદ ન કરતા હો તો અત્યારથી એટલે કે માધ્યમિક શાળાની ઉંમરથી જ (ધોરણ આઠથી આવી સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારી આરંભી) મચી પડવું જોઇએ. દોડવું નિરર્થક છે. સમયસર ચાલવાની શરૂઆત કરવી મહત્વનું છે.      

આપણે શાળા અને કોલેજની પરીક્ષાઓની તૈયારી સામાન્ય રીતે માકર્સ મેળવવા કરતા હોઇએ છીએ તેને બદલે આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ (યુપીએસસીજીપીએસસી)ની તૈયારીઓમાં માકર્સને બદલે કોઇ પણ વિષયના ટોપિક ઉપર રિમાકર્સ ટીપ્પણી કરી શકો તેટલી સમજણ ક્ષમતાનો વિકાસ થાય તે કક્ષાનું વાંચન આ પરીક્ષામાં સફળતાનો પાયાનો મંત્ર છે. 

એક કોમન પ્રશ્ન છે કે આ સિવિલ સર્વિસીઝ પરીક્ષાની ખરેખરી તૈયારી કેટલા સમય અગાઉથી કરવીતેના પ્રતિભાવમાં જણાવવાનું દર વર્ષે યોજાતી આ પરીક્ષામાં સ્નાતક (ગ્રેજ્યુએશન)ના છેલ્લા વર્ષની અંતિમ પરીક્ષામાં બેઠેલાપરંતુ પરિણામની રાહ જોતાં ઉમેદવારોથી માંડી સ્નાતકઅનુસ્નાતક વગેરે પૂર્ણ કરેલા સામાન્ય કેટેગરીના ૨૧થી ૩૦ વર્ષના ઉમેદવારો અરજી કરી શકે છે. પરંતુ ઉત્તરપ્રદેશબિહારબંગાળ વગેરે જેવા રાજ્યોના વિદ્યાર્થીઓ ધોરણ આઠની કે હાઇસ્કૂલની કક્ષાથી જ આ અંગે જાગ્રત બનીતે દિશામાં ધ્યેય નક્કી કરી,સમયસર પૂર્ણ તૈયારી શરૂ કરતા હોય છે. 
એ તેમનો સફળતાનો મંત્ર રહેતો છે ગુજરાતના લોકો મહેનતુ છે પરંતુ આ સ્પર્ધાત્મક પરીક્ષામાં મહેનત કરી મળતા સ્ટેટસસિકયોરિટી સ્ટેબિલિટીથી હજૂ પૂર્ણપણે જ્ઞાત નથી. ગુજરાતની ખમીરવંતી પરિશ્રમી વિદ્યાર્થી આલમને આ લેખના માધ્યમથી આહવાન કરું છું કે લક્ષ્મીના સાધક હોવાના લેબલની સાથે સાથે આપણે સરસ્વતીના પણ આરાધક છીએ તેવું દેશ અને દુનિયાને દર્શાવી આપવાની આ સિવિલ સર્વિસીઝ ઉમદા તક પૂરી પાડે છે.     


સપનેં ઉન્હી કે સચ હોતે હૈ,
જીન કે સપનોં મે જાન હોતી હૈ,
સિર્ફ પંખો સે કુછ નહીં હોતા
હોંસલો સે ઉડાન હોતી હૈ.'

( એક નાયબ કલેક્ટર ના પ્રવચન પર આધારિત )

No comments:

Post a Comment

Let me know your interest.